FoMo Fill

નાનપણથી જ ઘણા લોકોનું સપનુ હોય છે કે મોટા થઈને ડોક્ટર, એન્જીનીયર, ટીચર, પાયલોટ બનવુ હોય. પરંતુ ઘણીવાર યોગ્ય માર્ગદર્શન ના મળવાને કારણે નાનપણના સપના અધુરા રહી જાય છે અને સપનાઓ સપના જ રહી જતા હોય છે. અને આમ પણ ઘણા બધા લોકોને હજુ ડોક્ટર અને એન્જીનીયર કેવી રીતે બનવુ એતો ખબર હોય છે પરંતુ પાયલોટ કેવી રીતે બનવુ એ ખબર હોતી નથી તો આજની આ પોસ્ટમાં તમને How to Become a Pilot (પાયલોટ કેવી રીતે બનવું?) એની સંપુર્ણ માહિતી મળશે. તો પોસ્ટને અંત સુધી જરૂરથી વાંચજો અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી જરૂરથી શેયર કરજો જેથી કોઈપણ વિદ્યાર્થીનું સપનુ એક સપનુ બનીને ના રહી જાય.

 

 

 

Table of Contents

પાયલોટ બનવા માટે શું કરવું? | What to do to Become a Pilot?

 

જો તમે તમારૂ ભવિષ્ય એક પાયલોટના રૂપમાં જોતા હોવ તો તમને પાયલોટ વિશે બધી જ માહિતી હોવી જોઈએ કે પાયલોટ બનવા માટે શું કરવું જોઈએ?

  • તો સૌથી પહેલા તમારે ધોરણ ૧૦ પાસ સારા ટકા સાથે પાસ કરવાનું રહેશે.

  • પાયલોટ બનવાની તૈયારી તમારે ધોરણ ૧૧ થી જ શરૂ કરી દેવી પડશે.

  • જેમાં તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી તથા ગણિત આ ત્રણ વિષયો ઉપર ખુબ જ ધ્યાન આપવાનું રહેશે.

  • ઈંગ્લિશ બોલવા અને લખવાની તૈયારી ખુબ જ સારી કરેલ હોવી જોઈએ.

 

પાયલોટ બનવા માટે કઈ સ્કિલ્સ જોઈએ? | What Skills are required to become a pilot?

 

પાયલોટ બનવા માટેની સ્કિલનું લીસ્ટ નીચે આપેલ છે.

  • મજબુત તકનીકી કુશળતા.

  • નિર્ણાયક વિચાર અને નિર્ણય લેવો.

  • અત્યંત ધ્યાન કેંદ્રિત અને શિસ્તબદ્ધ વ્યક્તિત્વ.

  • સતત પ્રયત્નશીલ.

  • માનસિક સ્થિરતા અને શારીરિક તંદુરસ્તી.

  • ટીમ બનાવીને કામ કરવાની સારી સમજ.

  • ધીરજ અને ચપળતા.

 

પાયલોટ બનવા માટેની ટિપ્સ | Tips for becoming a pilot

 

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે અહિયા ક્લિક કરો

 

પાયલોટ બનવા માટેની ટિપ્સ નીચે આપેલ છે.

  • સ્નાતક ડિગ્રી મેળવવી.

  • ઉડાનનો અનુભવ મેળવો.

  • પાયલોટ લાયસન્સ માટે અરજી કરવી.

  • વધારાની તાલીમ અને પરીક્ષણ પુર્ણ કરવુ.

  • ધોરણ ૧૨ ની પરીક્ષા સાથે જ પ્રવેશ માટેની તૈયારીની શરૂઆત કરવી.

  • સ્ટુડન્ટ પાયલોટ લાયસન્સ માટે અરજી કરો.

  • ખાનગી પાયલોટ લાયસન્સ માટે અરજી કરો.

  • કોમર્શિયલ પાયલોટ લાયસન્સ માટે અરજી કરો.

 

પાયલોટ બનવા માટે અભ્યાસ શું કરવો? | What to study to become a pilot?

 

ધોરણ ૧૨ પાસ કરેલ વિદ્યાર્થીઓને એ ખાસ ખબર હોવી જોઈએ કે ધોરણ ૧૨ પાસ પછી શું કરવુ? તો પાયલોટ બનવા માટે સૌપ્રથમ ધોરણ ૧૨ પાસ પછી પાયલોટ બનવા માટે પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે. જે ધોરણ ૧૨ પછી તરત એનુ ફોર્મ ભરવાનું હોય છે. આર્મ્ડ ફોર્સિસ સેન્ટ્રલ મેડિકલ એસ્ટાબ્લીશમેન્ટ તરફથી મેડિકલ પ્રમાણપત્ર પણ મેળવવાનું હોય છે.ધોરણ ૧૨ પાસ પછે તમે કોઈપણ અંડર ગ્રેડ્યુએટ કોર્ષમાં એડમીશન લઈ શકો છો જેમ કે

  • B.Tech Aeronautical

  • BBA Aviation

  • કે બીજો કોઈપણ એવિએશનને લગતો કોર્ષ.

 

પાયલોટ બનવામાં કેટલો સમય લાગે? | How long does it take to become a pilot?

 

પાયલોટ બનવા માટે સૌથી પહેલા તમારે કોઈ ફ્લાઈંગ ક્લબમાં એડમિશન લેવાનુ હોય છે, કે જે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ (DGCA) ગવર્નમેન્ટ ઓફ ઈંડિયા દ્વારા માન્યતા મેળવેલ હોવુ જોઈએ. સાથે સાથે તમારે સ્ટુડેંટ લાઈસન્સ માટે પણ એપ્લાય કરવાનું રહેશે. અને તમારે એંટ્ર્રેન્સ એક્ઝામ પણ પાસ કરવાની રહેશે જે બાદ ટ્રેઈનિંગ પુરી કરવાની રહેશે. જેથી ભારતમાં તમારે પાયલોટ બનવુ હોય તો ૨ થી ૩ વર્ષ જેટલો સમય લાગી શકે છે કારણ કે હજુ પણ ભારતમાં વિદેશ જેટલી સગવડો નથી. જેથી જો તમે વિદેશ જઈને પાઈલોટ બનો તો તમે ૧ વર્ષમાં પણ બની શકો છો.

 

પાયલોટ બનવા માટે શું યોગ્યતા જોઈએ? | What Qualification are required to become a pilot?

 

જો તમારે પાઈલોટ બનવુ હોય તો તમારે નીચે પ્રમાણેના ઈલિજીબીલીટી ક્રાઈટેરિયામાં આવવુ પડશે.

  • વિદ્યાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ.

  • ધોરણ ૧૨ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને ગણિત વિષયો સાથે ઓછામાં ઓછા 50% થી પાસ કરેલ હોવુ જોઈએ.

  • ઈંગ્લિશ બોલતા અને લખતા આવડવુ જોઈએ.

  • તમારી ઉંચાઈ ઓછામાં ઓછી 5 ફુટ હોવી જોઈએ.

  • તમારી ઉંમર ઓછામાં ઓછી ૧૬ વર્ષ અને વધુમાં વધુ ૩૨ વર્ષ હોવી જોઈએ.

  • તમને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ના હોવી જોઈએ.

  • તમારી આખોનું તેજ બરાબર હોવુ જોઈએ.

  • જો તમારે વિદેશ જઈને અભ્યાસ કરવો હોય તો TOFEL, IELTS માં સારા નંબર લાવવા જરૂરી છે.

 

એડમિશન માટેની પ્રક્રિયા | Procedure for Admission

 

એડમિશન માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો.

  • ધોરણ ૧૨ નું રિઝલ્ટ આવ્યા બાદ અલગ અલગ કોલેજો અને યુનિવર્સીટીઓમાં એડમિશન માટેની પ્રોસેસ ચાલુ થઈ જાય છે. તો સૌથી પહેલા તમારે જે પણ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લેવુ હોય એનું ફોર્મ ભરવું.

  • ફોર્મ ભર્યા બાદ થોડા જ સમયમાં તમારે પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે.

  • મેરીટના આધારે તમને એડમીશન મળશે.

  • આના સિવાય ઘણી બધી પ્રાઈવેટ સંસ્થાઓ પણ છે કે જ્યા તમને સીધા ધોરણ ૧૨ ની ટકાવારીના આધારે પણ એડમિશન મળી જતુ હોય છે.

 

જો તમે પાઈલોટ બની જાવ તો કયા કયા વિકલ્પો તમારી પાસે ઉપલબ્ધ રહેશે. | What are the options available to you if you become a pilot?

 

એયરલાઈન પાયલોટ | Airline Pilot

પાયલોટ એ હોય છે કે જે દુનિયા ભરમાં સૌથી વધારે દુર પણ મુસાફરો અને માલ સામાનને સમયસર પહોચાડવામાં એક્સપર્ટ હોય. તો એયરલાઈન પાઈલોટ બનવાથી તમને સારો એવો પગાર તો મળે જ છે પરંતુ સાથે સાથે તમે દેશ-વિદેશની યાત્રાઓ પણ કરી શકો છો અને એ પણ વિમાન ઉડાવીને.

 

કોર્પોરેટ પાઈલોટ | Corporate Pilot

કોર્પોરેટ પાઈલોટ તરીકે તમે કોઈ કંપની સાથે જોડાઈ શકો છો અને તમે નાના જેટ પ્લેન ઉડાવીને ત્યાના અધિકારીઓ અને માલિકોને યાત્રા કરાવી શકો છો.

 

લડાકુ પાઈલોટ | Fighter Pilot

લડાકુ પાઈલોટને સૈન્ય પાયલોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં તમે વાયુસેનામાં જોડાઈને દેશ અને સેના માટે કામ કરી શકો છો. જેમાં તમને માનસન્માન પણ ખુબ મળે છે. અને યુદ્ધના સમયમાં તમારે હવાઈ યુદ્ધ કરવા માટે પણ તૈયાર રહેવું પડશે.

 

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે અહિયા ક્લિક કરો

 

ચાર્ટર પાઈલોટ | Charter Pilot

આને એયર ટેક્સી પણ કહેવામાં આવે છે. જેમાં તમે યાત્રિઓને તેમના પર્સનલ યુઝ માટે સર્વિસ આપો છો અને જો તમારે પોતાની ચાર્ટર કંપની ચાલુ કરવી હોય તો પણ તમે કરી શકો છો અને જો તમે કોઈ કંપની સાથે જોડાઈને કામ કરવા ઈચ્છો તો પણ કરી શકો છો.

 

એયર ફોર્સ પાયલોટ કેવી રીતે બનવું? | How to become an Air Force Pilot?

 

 

ભારતીય એયરફોર્સમાં પાયલોટ બનવાનું સપનું તો ઘણા બધા વિદ્યાર્થીઓનું હોય છે. અને એયરફોર્સના પાઈલોટ બનવુ હોય તો બહુ જ કઠીન ટ્રેઈનિંગ કરવી પડે છે. અને ફાઈટર જેટની સાથે આક્રમણ કેવી રીતે કરવુ એની ટ્રેઈનિંગ પણ આપવામાં આવે છે. એયરફોર્સના પાયલોટ બનવુ હોય તો એની યોગ્યતા કમર્શિયલ પાયકોટની બરાબર જ હોય છે.

 

એયરફોર્સ પાયલોટના પ્રકાર | Types of Air Force Pilots

ભારતીય વાયુસેનામાં (Air Force) પાયલોટ બનવાનાં ૪ પ્રકાર છે,

  1. National Defense Academy (NDA)

  1. Combined Defense Service Exam (CDSE)

  1. Short Service Commission Entry (SSCE)

  1. National Cadet Corps (NCC)

ગ્રેડ્યુએશન કર્યા પછી પાયલોટ બનવા માટે અને આ કોર્સમાં એડમિશન લેવા માટે તમારે પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે અને જે ખુબ જ કઠીન હોય છે કારણ કે એ UPSC દ્વારા લેવામાં આવે છે. જે પરીક્ષા બાદ વિદ્યાર્થીએ ૩ વર્ષ ટ્રેઈનીંગ કરવાની હોય છે અને જેના પછી એનું સીલેક્શન પાયલોટ તરીકે થાય છે.

 

પાયલોટ બનવામાં કેટલો ખર્ચો આવે છે? | How much does it cost to become a pilot?

 

પાયલોટ બનવામાં ખર્ચાની વાત કરીએ તો ખરેખર આમાં બહુ જ ખર્ચ થાય છે. અંદાજે Rs.20 થી 25 લાખ જેટલો થઈ શકે. અને આ ખર્ચો પણ એના પર નિર્ભર છે કે તમે કઈ સંસ્થામાં એડમીશન લીધુ છે. જેથી જો તમારે ખુબ જ ઓછા પૈસામાં પાયલોટ બનવુ હોય તો ઈન્ડિયન એયરફોર્સ જોઈન કરવા માટેની તૈયારી અત્યારથી જ ચાલુ કરી દો.

 

હેલીકોપ્ટર પાયલોટ કેવી રીતે બનવું? | How to become a Helicopter Pilot?

 

 

તો ઘણા બધા મિત્રોએ પાયલોટ કેવી રીતે બનવુ એતો જોઈ લીધુ પરંતુ એમાંથી બહુ બધાને મનમાં એક પ્રશ્ન તો થયો જ હશે કે હેલિકોપ્ટરના પાઈલોટ બનવુ હોય તો શું કરવુ જોઈએ. તો એના માટે તમારે IGRUA પ્રવેશ પરીક્ષા પાસ કરવાની રહેશે જેનું બીજુ નામ ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડમી પરીક્ષા પણ કહેવામાં આવે છે. આ પરીક્ષા Directorate General of Civil Aviation Government of India (DGCA) દ્વારા લેવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થયા પછી વિદ્યાર્થીનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે. અને આ ત્રણેયમાં પાસ થયા બાદ વિદ્યાર્થીને હેલીકોપ્ટર પાયલોટ બનવા માટેના કોર્ષમાં એડમિશન આપવામાં આવે છે.

 

અમારી અન્ય પોસ્ટ પણ જરૂરથી વાચો
ગુજરાત સરકાર દ્વારા 4300 થી પણ વધુ ક્લાર્કની ભરતી અહિયા ક્લિક કરો
સરકારી પરીક્ષાની તૈયારી કરવા માટે સરકાર આપશે Rs.20,000 ની સહાય અહિયા ક્લિક કરો
ધંધો કરવા માટે સરકાર આપશે તમને Rs.25 લાખ સુધીની લોન અહિયા ક્લિક કરો

 

હેલીકોપ્ટર પાયલોટ બનવા માટેની લાયકાત | Qualification to become a helicopter pilot

  • ધોરણ ૧૨ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને ગણિત વિષયો સાથે ઓછામાં ઓછા 50% થી પાસ કરેલ હોવુ જોઈએ.

  • અંગ્રેજી ભાષા બોલતા અને લખતા આવડવી જોઈએ.

  • જો સ્ટુડેન્ટ લાઈસન્સ મેળવવુ હોય તો એના માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 16 વર્ષ હોવી જોઈએ.

  • પ્રાઈવેટ પાયલોટ લાયસન્સ મેળવવું હોય તો એના માટે વિદ્યાર્થીની ઉંમર 17 વર્ષ હોવી જોઈએ.

  • કમર્શિયલ પાઈલોટ બનવુ હોય તો એના માટે ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.

 

ભારતમાં કયા કયા પાયલોટ ટ્રેઈનિંગ સેન્ટર છે? | Which are the pilot training centers in India?

  • એશિયાટિક ઈંટરનેશનલ એવિએશન એકેડમી, ઈંદોર

  • બ્લુ ડાયમંડ એવિએશન, પુણે

  • એક્યુમેન સ્કુલ ઓફ પાયલટ ટ્રેઈનિંગ, દિલ્લી

  • ઈંડિયન એવિએશન એકેડમી, મુંબઈ

  • ઈંટરનેશનલ સ્કુલ ઓફ એવિએશન, નવી દિલ્લી

 

પાયલોટ બનવા માટેની ભારતની બેસ્ટ કોલેજ | Best College in India to Become a Pilot

 

જો તમારે ભારતમાં પાયલોટ બનવુ હોય તો ભારતમાં પણ નામાંકિત સારી એવી કોલેજ અને સંસ્થાઓ છે કે જેમા તમે અભ્યાસ કરીને તમારી કારકિર્દી બનાવી શકો છો. જેનુ લીસ્ટ નીચે પ્રમાણે છે.

  • Indira Gandhi Rashtriya Udan Academy

  • Madhya Pradesh Flying Club

  • National Flying Training Institute

  • Ahmedabad Aviation and Aeronautics Ltd

  • Bombay Flying Club

  • Rajiv Gandhi Aviation Academy

  • Government Flying Training School

  • OFAA – Orient Flights Aviation Academy

  • Indian Aviation Academy

  • Adventure Flight Education Private Limited, Bangalore

  • Asia Pacific Flight Training Academy

  • Bihar Flying Institute

  • Chimes Aviation Academy

  • Gujarat Flying Club

  • ACAA

  • Mams Air Private Limited

  • National College of Aviation

  • Blue Bird Flight Academy

  • Fortune Aviation Academy

  • Dean International Flight School

 

જો તમે પાઈલોટ બની જાવ તો આ ટોપ જગ્યાએ તમને નોકરી મળી શકે | Job Opportunity

 

એક વાર તમે પાઈલોટ બની જાવ તો ઘણીબધી એવી ટોપ કંપનીઓ છે કે જે તમને નોકરી આપવા આગળ આવશે જેનું લીસ્ટ નીચે પ્રમાણે છે.

  • Air India

  • IndiGo

  • Air Asia

  • Spice Jet

  • Alliance Air

  • Air India Charters Ltd

  • Air Costa

  • India Jet Airways

 

પાયલોટનો પગાર કેટલો હોઈ શકે? | Pilot Salary

 

ઘણા બધા લોકો કોમર્શિયલ પાયલોટ બનવા ઈચ્છતા હોય છે કારણ કે ભારતમા એમનો પગાર ખુબ જ સારો એવો હોય છે. તો જો તમે કોમર્શિયલ પાયલોટ તરીકે નોકરીમા જોડાઓ છો તો તમને Rs.80,000 થી Rs.2,00,000 પગાર પ્રતિ મહિને મળી શકે છે અને જે વધીને Rs.3,00,000 થી Rs.5,00,000 પણ થઈ શકે છે. અને બીજી તરફ જો તમે ભારતીય વાયુસેનામાં પાયલોટ તરીકે જોડાવવા ઈચ્છતા હોવ તો તમને વાર્ષિક Rs.5,00,000 થી Rs.8,00,000 જેટલો પગાર મળી શકે છે અને જે ભવિષ્યમાં વધશે પણ ખરો. અને સાથે સાથે તમને માન સન્માન મળશે એતો અલગથી.

 

પાયલોટને લગતા થોડા FAQs

 

(1) ધોરણ ૧૨ પાસ પછી પાયલોટ કેવી રીતે બનવું?

તમે નીચે આપેલ 4 કોર્ષમાંથી કોઈપણ એક કોર્ષ જોઈન કરીને પાયલોટ બની શકો છો.

  • કમર્શિયલ પાયલોટ ટ્રેઈનિંગ

  • એયરોનોટીકલ એન્જીનિયરિંગમાં બી.ટેક

  • ગ્રાઉંડ સ્ટાફમાં ડિપ્લોમા કરીને કેબિન ક્રુ ટ્રેઈનિંગ

  • એવિએશનમાં બી.એસ.સી

 

(2) પાયલોટ બનવા માટે કયા વિષયો ઉપર ધ્યાન આપવુ?

  • ધોરણ ૧૧ થી જ તમારે ફિઝિક્સ અને ગણિત પર ખુબ જ ધ્યાન આપવાનું રહેશે.
error: Content is protected !!