Table of Contents
ToggleGSSSB Recruitment 2024 For Clerk and Other Posts
ઘણાબધા વિદ્યાર્થીઓ બહુ જ સમયથી એક સારી ભરતીની રાહ જોઈને બેઠા હતા અને બહુ તૈયારી કર્યા બાદ પણ કોઈ સરકારી ભરતી બહુ સમયથી આવી ન હતી. પરંતુ ૨૦૨૪ ના આ નવા વર્ષમાં ગુજરાત સરકારે તમારા માટે એક સારો નિર્ણય લીધો છે અને એક બહુ જ સરસ ભરતીની જાહેરાત કરી છે જેનુ નામ છે Gujarat Subordinate Service, Class- III (Group – A and Group- B) Combined Exam. તો આ વખતે ગુજરાત સરકારે એક નવી પેટર્ન સાથે ભરતી બહાર પાડી છે જેની વાત પણ આપડે આ પોસ્ટમાં કરશું તો પોસ્ટ છેલ્લે સુધી જરૂરથી વાંચજો.
GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસટન્ટ, કલેકટર કચેરીના ક્લાર્ક, કાર્યાલય અધિક્ષક, સબ રજીસ્ટાર, કચેરી અધિક્ષક, કાર્યાલય અધિક્ષક, સ્ટેમ્પ નિરીક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક, ગૃહ માતા, ગૃહપતિ મદદનીશ, આદિજાતિ વિકાસ અધિકારી, મદદની સમાજ કલ્યાણ અધિકારી, ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર), જુનિયર આસિસ્ટન્ટમાટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ લેખમાં અમે GSSSB ભરતી વિશે વિગતવાર ચર્ચા કરીએ છીએ. આ લેખમાં તમે શિક્ષણ, વયમર્યાદા, પગાર વગેરે જેવી અન્ય વિગતો જાણી શકો છો, તાજેતરના સમાચારો અને અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે www.fomofill.com તપાસતા રહો.
About GSSSB Clerk Recruitment 2024
Recruitment Organization | Gujarat Subordinate Service Selection Board |
Post Name | Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts |
Vacancies | 4304 |
Job Location | Gujarat, India |
Last Date to Apply | 31-01-2024 |
Mode of Apply | Online |
Category | GSSSB Recruitment 2024 |
Join WhatsApp Group | Click Here |
Job Details:
Total No. Of Post: 4304
This table discuss about post Wise Vacancy.
Post | Vacancy |
હેડ ક્લાર્ક | 169 |
સીનીયર ક્લાર્ક | 532 |
ઓફિસ આસિસ્ટન્ટ | 210 |
કલેક્ટર કચેરીના ક્લાર્ક | 590 |
કાર્યાલય અધિક્ષક | 2 |
કચેરી અધિક્ષક | 3 |
સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧ | 45 |
સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨ | 53 |
સ્ટેમ્પ નિરીક્ષક | 23 |
સમાજ કલ્યાણ નિરીક્ષક | 46 |
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી | 13 |
સમાજ કલ્યાણ નિરીક્ષક | 102 |
ગૃહમાતા | 6 |
ગૃહપતિ | 14 |
મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી | 65 |
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી | 7 |
ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર) | 26 |
જુનીયર આસીસ્ટન્ટ સંવર્ગ (વર્ગ-૩) | 8 |
જુનિયર ક્લાર્ક | 2018 |
આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર | 372 |
Salary (First Five years)
This table discuss about Salary.
Post | Salary |
હેડ ક્લાર્ક | 40800/- |
સીનીયર ક્લાર્ક | 26000/- |
ઓફિસ આસિસ્ટન્ટ | 26000/- |
કલેક્ટર કચેરીના ક્લાર્ક | 26000/- |
કાર્યાલય અધિક્ષક | 49600/- |
કચેરી અધિક્ષક | 49600/- |
સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧ | 49600/- |
સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨ | 40800/- |
સ્ટેમ્પ નિરીક્ષક | 40800/- |
સમાજ કલ્યાણ નિરીક્ષક | 40800/- |
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી | 49600/- |
સમાજ કલ્યાણ નિરીક્ષક | 40800/- |
ગૃહમાતા | 26000/- |
ગૃહપતિ | 26000/- |
મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી | 49600/- |
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી | 49600/- |
ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર) | 40800/- |
જુનીયર આસીસ્ટન્ટ સંવર્ગ (વર્ગ-૩) | 26000/- |
જુનિયર ક્લાર્ક | 26000/- |
આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર | 26000/- |
Educational Qualification:
- ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે. અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે.
- ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
- ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
- Please read the Official Notification for Educational Qualification.
આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરાવવા માટે fomofill ના વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરો |
Age Criteria: 20 – 35 Years
- Please read the Official Notification for Age Criteria details.
Challan / Application Fees:
- General: Rs. 500/-
- Others: Rs. 400/-
- The fees paid shall be refunded to those candidates who appear for the examination.
New Recruitment and Updates | |
VMC Recruitment For Department Of Health | Click Here |
10th Pass Central Bank of India Recruitment 2023 | Click Here |
Up To 1,00,000/- Scholarship | Click Here |
GSSSB Recruitment 2024 – Exam Pattern:
Reasoning | 40 Marks |
Quantitive aptitude | 30 Marks |
English | 15 Marks |
Gujarati | 15 Marks |
Total | 100 Marks |
Important Notice
- મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ – A અને ગ્રુપ – B હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ- પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. .
- પ્રાથમિક પરીક્ષા ૧૦૦ પ્રશ્નોના પ્રશ્નદીઠ ૧ ગુણ લેખે કુલ ૧૦૦ ગુણ ની રહેશે. પરીક્ષાનો સમય ૬૦ મિનિટનો રહેશે.
- પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબદીઠ ૦.૨૫ ગુણ નેગેટીવ માર્કીંગ રહેશે.
- દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની ૨૦ મીનીટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે.
- પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનીંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહી.
- અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.
- પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ – A અને ગ્રુપ – B માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે. અને ગ્રુપ – A અને ગ્રુપ B માટે મેરીટસના આધારે ભરવાની થતી કેટેગરીવાઈઝ જગ્યાના સાત ગણા ઉમેદવારોને ગ્રુપ – A અને ગ્રુપ – B માટેની બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.
- મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો આ જાહેરાત અન્વયેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે.
- આ પરીક્ષા Computer Based Response Test (CBRT) પદ્ધતિ થી મલ્ટી સેશન માં યોજવાની હોઈ ઉમેદવારોનું નોર્મલાઈઝેશન પધ્ધતિથી યોગ્ય મુલ્યાંકન કરી પરીક્ષાનું પરીણામ
તબક્કો – ૨ : મુખ્ય પરીક્ષા
- પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૮-૦૫-૨૦૨૩ના જાહેરનામા મુજબ ગ્રુપ-A માટે વર્ણાત્મક જ્યારે ગ્રુપ-B માટે MCQ- પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા અંગેની વિગતો આ સાથે સામેલ Appendix-G મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ Appendix-H મુજબ રહેશે.
લઘુત્તમ લાયકી ધોરણ:-
- પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યુનત્તમ ગુણવત્તા ધોરણ ૪૦ ટકા રાખવામાં આવેલ છે. ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ ૪૦ ટકા માર્કસ નિયત કરવામાં આવેલ છે. તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવારો માટે ૪૦ ટકા માર્કસ કરતાં ઓછું ન્યુનતમ ગુણવત્તા ધોરણ (Qualifying Standard) કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં.
ઓનલાઇન ફોર્મ અરજી કરવા માટે સંપર્ક કરો:
Click Here
How To Apply For GSSSB?
Official Web Site :- Click Here
Apply Online :- Click Here
Job Advertisement :- Click Here
GSSSB Clerk Preparation Tips
ઘણા બધા વિદ્યાર્થીઓ GSSSB Clerk ની પરીક્ષા માટે ફોર્મ તો ભરી દે છે પરંતુ એની તૈયારી કેવી રીતે કરવી એની માહિતી નથી હોતી. ઘણા વિદ્યાર્થી ગ્રામિણ વિસ્તારમાંંથી આ પરીક્ષા માટે તૈયારી કરતા હોય છે અને યોગ્ય માર્ગદર્શન વગર આવી પરીક્ષાઓમાં ધારેલુ પરીણામ મેળવી શકતા નથી. અને દર વર્ષે પરીક્ષાઓ વધુ ને વધુ જટીલ થતી જાય છે અને પરીક્ષા પધ્ધતીઓ પણ બદલાતી જોવા મળે છે અને એવી જ રીતે આ વખતે પણ એવી જ એક નવી પરીક્ષા પધ્ધતી આવી છે જેનુ નામ છે CCE (Combined Competitive Examination). તો કેવી રીતે આ પ્રકારની પરીક્ષાની તૈયારી કરી શકશો?
- સૌપ્રથમ પરીક્ષાનો સમ્પુર્ણ સિલેબસ ધ્યાનથી જોવો.
- સોશિયલ મિડિયાનો સારો ઉપયોગ કરો.
- જો શક્ય હોય તો કોઈપણ સારા એવા ઓફલાઈન કે ઓનલાઈન ક્લાસીસ જોઈન કરી લો.
- રોજ ઓછામા ઓછુ 8-12 કલાકનું વાચન કરો.
- જ્યા સુધી પરીક્ષા પુરી ના થાય ત્યા સુધી સમયનો બગાડ કર્યા વગર યોગ્ય ઉપયોગ કરો
GSSSB Recruitment 2024 – Important Dates:
Event | Date |
Apply Start | 04-01-2023 |
Last Date to Apply | 31-01-2023 |
Some Questions Related to GSSSB Clerk Recruitment 2024 :
(1) આ ભરતીમાં કોણ ફોર્મ ભરી શકે છે?
જવાબ : કોઈપણ ગ્રેડ્યુએશન કરેલ ઉમેદવાર આ ભરતીમા ફોર્મ ભરી શકે છે. જો તમારી પાસે છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ આવી ગયેલ હોય તો તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો.
(2) A અને B ગ્રુપ શુ છે?
જવાબ : A અને B ગ્રુપ એ અલગ અલગ ભરતીઓ છે બીજુ કઈ જ નથી.
(3) શું A અને B બન્ને ગ્રુપમાં ફોર્મ ભરી શકાય?
જવાબ : હા તમે બન્ને ગ્રુપમાં પણ ફોર્મ ભરી શકો છો. અને જો તમારે કોઈ એક જ ગ્રુપમાં ફોર્મ ભરવુ હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો.
(4) છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ ભરતીમાં ફોર્મ ભરી શકશે?
જવાબ : અત્યારે આપેલ નોટીફિકેશનમા આ પ્રકારનો કોઈ ઉલ્લેખ કરેલ નથી જેથી અત્યારે ફક્ત ગ્રેડ્યુએશન પુરુ કરેલ વિદ્યાર્થીઓ જ ફોર્મ ભરી શકશે.
(5) શું A અને B બન્ને ગ્રુપની પરીક્ષાઓ અલગ અલગ હશે?
જવાબ : બન્ને ગ્રુપની પ્રાથમિક પરીક્ષા તો એકસાથે જ લેવામાં આવશે પરંતુ બન્ને ગ્રુપની મુખ્ય પરીક્ષા માટે મેરિટ લીસ્ટ અલગ અલગ બનશે અને મુખ્ય પરીક્ષાઓ પણ બન્નેની અલગ અલગ જ લેવાશે.
Thank You….
You Have Read Our Post And We Are Confident That You Have Got The Complete Information About GSSSB Clerk Recruitment. So Thank You All for Giving Your Precious Time to. fomofill.com And Share This Post All Students @fomofill.