FoMo Fill

Business Loan

અત્યારે ઘણા બધા લોકોને નવો ધંધો ચાલુ કરવો હોય છે પરંતુ એના માટે કોઈ પણ પ્રકારની લોન મળતી નથી અથવા તો જો મળે છે તો પણ વધુ વ્યાજે મળે છે, પરંતુ આજે હું તમને ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારની એક નવી યોજના વિશે જણાવીશ જેમાં ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા યુવાનો મહિલાઓ તથા નવા ઉદ્યોગ સાહસિકો માટે લોન સહાય બહાર પાડવામાં આવી છે. જેના માટે કોણ એપ્લાય કરી શકશે? શું ડોક્યુમેન્ટ જોઈશે? કેવી રીતે આ સહાય મળશે? કેટલા ટકા વ્યાજ દર વર્ષે? વગેરે માહિતી તમને આ પોસ્ટમાં મળી જશે. તો પોસ્ટ ને અંત સુધી જરૂરથી વાંચજો અને આમાં ઘણા બધા ઓપ્શન્સ છે જેથી તમે યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરી શકશો.

 

Table of Contents

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ગુજરાત સરકારના મુખ્ય ઉદ્દેશો

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના પ્રશ્નો તપાસવા, પગલાં સૂચવવા, યોજનાઓ તૈયાર કરવી અને યોજનાઓને અમલમાં મૂકી પુનઃસ્થાપન યોજનાઓનો અમલ કરવો.
  • શિક્ષણ રોજગારીની તકો પૂરી પાડવી અને પછાતપણું દૂર કરવાનો પ્રયત્ન કરવો, રાહત દરે અને સરળ શરતોએ લોન આપવી.
  • જાતિ, આવક, ઉંમર અને અનુભવ વગેરે ધોરણ ધ્યાનમાં લઈને વ્યક્તિગત અથવા સંસ્થાઓને આર્થિક રીતે ચાલી શકે તેવી યોજનાઓ માટે ધિરાણ આપવા ચેન લાઇઝીંગ એજન્સી તરીકે કામ કરવું
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના વિદ્યાર્થીઓને સ્નાતક / અનુસ્નાતક કક્ષા વ્યવસાયિક / તાંત્રિક અભ્યાસક્રમો માટે લોન આપવી.
  • સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સ્વ સહાય જૂથના સામાજિક શૈક્ષણિક રીતે પછાત જાતિના ઇસમોને સ્વ રોજગારી આપવાની પ્રવૃત્તિઓ માટે સહાય આપવી

 

Government Give Rs.2 Lakh Loan For Business

અત્યારે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જે લોન સહાય માટેની જાહેરાત કરવામાં આવી છે તેની અંદર અલગ અલગ પાંચ પ્રકારની લોન આપવામાં આવશે. જેમાં…

  • નાના ધંધા વ્યવસાય યોજના (ટર્મ લોન)
  • નવી સ્વર્ણિમા યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
  • લઘુસ્તરીય નાણા ધિરાણ યોજના (માઇક્રો ફાઇનાન્સ)
  • મહિલા સમૃદ્ધિ યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
  • સ્વયં સક્ષમ યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)

 

આ પાંચ પ્રકારની સ્કીમ અત્યારે ચાલુ છે જેની વધુ વિગતો નીચે આપેલ છે

નાના ધંધા વ્યવસાય યોજના (ટર્મ લોન)

આ યોજના અંતર્ગત પશુપાલન યોજના, નાના ધંધા વ્યવસાય, પરિવહન યોજના વગેરેને આવરી લેવામાં આવે છે. જેમાં વધુ વિગતો નીચે જોઈ શકો છો…

 

(૧) પશુપાલન યોજના

  • આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા એક લાખ સુધીની છે જેમાં કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ જેમ કે પશુપાલન જેમાં ગાય ભેસ બકરા પાલન વગેરે માટે આ લોન મળશે

 

(૨) નાના ધંધા વ્યવસાય

  • આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા 2 લાખ સુધીની છે.
  • જેમાં કરિયાણાની દુકાન, ડેરી પાલર, પશુ આહાર વેચાણ કેન્દ્ર, મોબાઈલ કોમ્પ્યુટર રીપેરીંગ ની દુકાન વગેરે જેવા વ્યવસાય માટે આ લોન મળશે

 

(૩) પરિવહન યોજના

  • આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા 2 લાખ સુધીની છે
  • પરિવહન ક્ષેત્રમાં ઓટોરિક્ષા, લોડીંગ વાહન, ટેમ્પો વગેરે વાહનો માટે લોન આપવામાં આવશે
  • વાહનની યોજનામાં જે વાહનની લોન લેવાની હોય તે વાહન ચલાવવાનું લાઇસન્સ (પેસેન્જર વાહન માટે જે તે વાહનનો બેઇઝ) જરૂરી છે

 

લોન મેળવવા માટેની પાત્રતા

પશુપાલન યોજના, નાના ધંધા વ્યવસાય, પરિવહન યોજના આ ત્રણેય યોજનાઓમાં અરજદારે લાભ લેવા માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જોઈએ

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ
  • અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક 3 લાખથી વધુ ન હોવી જોઈએ
  • અરજદારની ઉંમર અરજીની તારીખે 21 થી 45 વર્ષ સુધીની હોવી જોઈએ
  • અરજદારને તાંત્રિક તથા અન્ય કુશળતા માગી લેતા ધંધાના અનુભવ ધરાવતા હોવા જોઈએ

 

યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષિક 6 ટકા રહેશે.
  • આ યોજનાઓમાં યુનિટ કોસ્ટ ના 85% લોન આપવામાં આવશે જેમાં 85% રાષ્ટ્રીય નિગમના અને 10% રાજ્ય સરકાર અને 5% લાભાર્થી ફાળાની રકમ રહેશે.
  • આ લોન વ્યાજ સહિત 60 સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે.

 

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટેઅહિયા ક્લિક કરો

 

નવી સ્વર્ણીમાં યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)

 

આ યોજનાનો મુખ્ય હેતુ

  • ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલાઓએ સ્વરોજગાર કરવા માટે ખાસ યોજના
  • આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થી પોતાની પસંદગીનો ધંધો કરવાનો રહેશે

 

લોન મેળવવા માટેની પાત્રતા

  • અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.
  • અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદારની ઉંમર અરજીની તારીખે 21 થી 45 વર્ષ સુધીની હોવી જોઈએ.
  • અરજદારને તાંત્રિક તથા અન્ય કુશળતા માગી લેતા ધંધાના અનુભવ ધરાવતા હોવા જોઈએ.

 

આ યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા બે લાખ સુધીની છે.
  • આ યોજનાઓમાં વ્યાજનો વાર્ષિક દર 5% રહેશે.
  • આ યોજનાઓમાં યુનિટ કોર્સના 95 ટકા લોન આપવામાં આવશે જેમાં 95 ટકા રાષ્ટ્રીય નિગમના અને પાંચ ટકા રાજ્ય સરકારના ફાળાની રકમ રહેશે.
  • આ લોન વ્યાજ સહિત 60 સરખા કરવાની રહેશે

 

લઘુસ્તરીય નાણા ધિરાણ યોજના (માઇક્રો ફાઇનાન્સ)

 

યોજનાનો હેતુ

  • પછાત વર્ગોના પુરુષો માટે સ્વરોજગારી ઊભી કરવા માટેની લઘુસ્તરીય ધિરાણ યોજના.

 

લોન મેળવવા માટેની પાત્રતા

  • ઉમેદવાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.
  • અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક 3 લાખથી વધુ હોવી જોઈએ.
  • અરજદારની ઉંમર અરજીની તારીખે 21 થી 45 વર્ષ સુધીની હોવી જોઈએ
  • અરજદારને તાંત્રિક તથા અન્ય કુશળતા માગી લેતા ધંધાના અનુભવ ધરાવતા હોવા જોઈએ.

 

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટેઅહિયા ક્લિક કરો

 

યોજના ની મુખ્ય લાક્ષણિકતાઓ

  • આ યોજનાઓમાં લોન ની મહત્તમ મર્યાદા 1,25,000 ની રહેશે.
  • આ યોજનામાં વાર્ષિક વ્યાજનો દર 5% રહેશે આ યોજનામાં યુનિટ કોષ ના 90% લોન આપવામાં આવશે જ્યારે ૯૦ ટકા રાષ્ટ્રીય નિગમના અને પાંચ ટકા રાજ્ય સરકારના તથા પાંચ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે.
  • આ લોન વ્યાજ સહિત 48 સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે

 

મહિલા સમૃદ્ધિ યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)

 

આ યોજનાનો હેતુ

  • પછાત વર્ગોની મહિલાઓ માટે સ્વરોજગારી ઊભી કરવા માટે લઘુસ્તરીય ધિરાણ યોજના
  • આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીએ પોતાની પસંદગીનો ધંધો કરવાનો રહેશે.

 

આ લોન મેળવવા માટેની પાત્રતા

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ
  • અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ
  • અરજદારની ઉંમર અરજીની તારીખે 21 થી 45 વર્ષ સુધીની હોવી જોઈએ
  • અરજદારને તાંત્રિક તથા અન્ય કુશળતા માંગી લેતા ધંધાના અનુભવ ધરાવતા હોવા જોઈએ

 

આ યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા 1,25,000 ની રહેશે.
  • આ યોજનામાં વ્યાજનો દર વાર્ષિક 4% રહેશે.
  • આ યોજનામાં યુનિટ કોષ્ટના 95% લોન આપવામાં આવશે જ્યારે 95 ટકા રાષ્ટ્રીય નિગમના પાંચ ટકા રાજ્ય સરકારના ફાળાની રકમ રહેશે.
  • આ લોન વ્યાજ સહિત 48 સરખા માસિક હપ્તાહમાં ભરપાઈ કરવાની રહેશે

 

સ્વયં સક્ષમ યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)

 

આ યોજનાનો હેતુ

  • આ યોજના વ્યવસાયિક શિક્ષણ પ્રશિક્ષણ પ્રાપ્ત કરનાર પછાત વર્ગના યુવાનોમાં આત્મા નિર્બળતા ની ભાવના કેળવવા માટે શરૂ કરવામાં આવેલ છે.
  • આ યોજના હેઠળ નિગમ તરફથી પાત્રતા ધરાવતા યુવાનોને સ્વરોજગાર ઉભો કરવા માટે ઓછા વ્યાજ વાળી લોન પૂરી પાડવામાં આવશે

 

લોન મેળવવા માટેની પાત્રતા

  • અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદારે એન્જિનિયર, ડોક્ટર, વકીલ તથા ઉચ્ચ અભ્યાસ કરેલ હોય અને સ્વતંત્ર વ્યવસાય જેવા કે ડોક્ટર ક્લિનિક, નર્સિંગ ફિઝિયોથેરાપી ક્લિનિક, બાયોમેડિકલ લેબ, વકીલની ઓફિસ, દવાની દુકાન, આર્કિટેકની ઓફિસ, એન્જિનિયરિંગ યુનિટ, સીએની ઓફિસ વગેરે બિઝનેસ કરવા માટે લોન આપવામાં આવશે.
  • અરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ થી ૩૫ વર્ષ વચ્ચેની હોવી જોઈએ.

 

યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂપિયા પાંચ લાખ સુધીની છે.
  • આ યોજનામાં વ્યાજનો દર વાર્ષિક 6% નો રહેશે.
  • આ યોજનાઓમાં યુનિટ કોર્સના 85% લોન આપવામાં આવશે જેમાં ૮૫ ટકા રાષ્ટ્રીય નિગમના અને 10% રાજ્ય સરકારના તથા 5% લાભાર્થી ફાળાની રકમ રહેશે.
  • આ લોન વ્યાજ સહિત 60 સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે

 

આવી જ બીજી અન્ય પોસ્ટ વાંચો

PMEGP Loan 35 % સબસીડી મળશેઅહિયા ક્લિક કરો
પાયલોટ કેવી રીતે બનવું?અહિયા ક્લિક કરો
વિદ્યાર્થીઓને સરકાર આપશે ૨૦ હજારની સહાયઅહિયા ક્લિક કરો

 

શૈક્ષણિક લોન યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)

 

આ યોજનાનો હેતુ

  • પછાત વર્ગના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટેની લોન યોજના

 

લોન મેળવવા માટેની પાત્રતા

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ₹3 લાખથી વધુ ન હોવી જોઈએ પરંતુ 1,50,000 સુધીની આવક ધરાવતા અરજદારોને અગ્રતા આપવામાં આવશે.
  • એડમિશન કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્ય કમિટી મારફતે ગવર્મેન્ટ કોટામાં મેળવેલ હોવું જરૂરી તથા ધોરણ 12 માં અથવા ક્વોલિફાઇડ એક્ઝામમાં 50 ટકા માર્કસ હોવાની જરૂરી.
  • મેનેજમેન્ટ કોટામાં એડમિશન મેળવેલ હોય તેવા અભ્યાસક્રમમાં લોન આપવામાં આવતી નથી.
  • માનનીય મુખ્યમંત્રી શ્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મળેલ રકમ બાદ કર્યા પછી લોનની રકમ મંજૂર કરવામાં આવશે.

 

આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલ અભ્યાસક્રમો

  • એમબીએ અથવા તેની સમકક્ષ (એઆઈસીઇટીઇ દ્વારા માન્ય અભ્યાસક્રમ)
  • એમસીએ માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન અથવા તેની સમકક્ષ (એઆઇસીઇટીઇ દ્વારા માન્ય અભ્યાસક્રમ)
  • આઇઆઇટી અથવા અન્ય સંસ્થાઓ દ્વારા યોજવામાં આવેલ સ્નાતક કક્ષાની ઇજનેરી અભ્યાસક્રમ (એઆઈસીઈટીઈ દ્વારા માન્ય અભ્યાસક્રમ)
  • મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જેને માન્યતા આપી હોય તેવી કોલેજ દ્વારા યોજવામાં આવેલ તબીબી શિક્ષણ સંબંધી (આયુર્વેદિક, હોમિયોપેથિક, યુનાની સહિત) અભ્યાસક્રમ
  • નેશનલ કાઉન્સિલ ઓફ હોટલ મેનેજમેન્ટ દ્વારા માન્ય કરવામાં આવેલ હોય તેવા હોસ્પિટલિટી મેનેજમેન્ટ ના ડિપ્લોમા અભ્યાસક્રમ

 

આ લોનની રકમમાં નીચેનો સમાવેશ થશે

  • પ્રવેશ ફી અને ટ્યુશન ફી
  • રહેવા જમવાનું ખર્ચ

 

યોજના ની મુખ્ય લાક્ષણિકતા

  • આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા 15 લાખ સુધીની છે.
  • આ યોજનાઓમાં વ્યાજનો દર વિદ્યાર્થી છોકરા માટે વાર્ષિક 4% અને વિદ્યાર્થીની છોકરી માટે વાર્ષિક 3.5 % રહેશે.
  • આ યોજનામાં યુનિટ કોષના 90% લોન આપવામાં આવશે
  • જે રાષ્ટ્રીય નિગમના 90% રાજ્ય સરકારના 5% તથા લાભાર્થી ફાળાની પાંચ ટકા રકમ રહેશે.
  • આ લોન વ્યાજ સહિત 60 સરખા માસિક હપ્તામાં ભરપાય કરવાની રહેશે.
  • લોનની વસુલાત અભ્યાસક્રમ પૂરો થઈ છ માસમાં કે નોકરી વ્યવસાય મળે થી એક માસ બાદ બંનેમાંથી જે વહેલું હોય ત્યારથી ભરપાઈ કરવાની રહેશે.

 

મહત્વની લિંક

બધી યોજનાઓની માહિતી મેળવવા માટેઅહિયા ક્લિક કરો
ઓફિસિયન વેબસાઈટઅહિયા ક્લિક કરો
ફોર્મ ભરાવવા માટેઅહિયા ક્લિક કરો

 

Thank You…

તમે અમારી આ પોસ્ટ સંપૂર્ણ વાંચી અને અમને ખાતરી છે કે તમને લોન વિશેની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં મળી ગઈ હશે તો તમારો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર અને આવી જ નવી પોસ્ટ અને નવી માહિતી માટે અમારી સાથે જરૂરથી જોડાયેલા રહો @fomofill

error: Content is protected !!