અત્યારના સમયમા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને એક બાજુ કઈક નોકરી પણ કરવી હોય છે જેથી એમની આવક આવતી થઈ જાય અને ઘરમાં આર્થિક મદદ પણ કરી શકે અને સાથે સાથે એમને ભણવાનું પણ ચાલુ રાખવુ હોય છે પરંતુ ઘણીબધી યુનિવર્સિટીઓમાં રેગ્યુલર કોલેજમાં જઈને જ અભ્યાસ કરવો પડતો હોય છે પરંતુ આજે હુ તમને એવી યુનિવર્સિટી વિશે જણાવીશ કે જેમાં તમે ઘરે બેઠા પણ તૈયારી કરીને પરીક્ષા આપી ડિગ્રી લઈ શકો છો અને એ પણ નામાંકિત યુનિવર્સિટીમાંથી જેનુ નામ છે Dr. Baba Saheb Ambedkar Open University (BAOU) અને આ યુનિવર્સિટી વિશે તો તમે બધાએ જરૂરથી સાંભળ્યુ જ હશે. તો આ પોસ્ટમાં હું તમને બધી પ્રકારના એડમિશન વિશે જણાવીસ અને કેવી રીતે તમે ઘરે બેઠા જ કોઈપણ ડિપ્લોમા, ગ્રેડ્યુએશન કે પોસ્ટ ગ્રેડ્યુએશનની ડીગ્રી લઈ શકશો એના વિશે પણ માર્ગદર્શન આપશું. તો ચાલો જોઈએ BAOU એડમિશન 2024 ની માહિતી.
Table of Contents
ToggleBAOU વિશે થોડી માહિતી
Dr. Babasaheb Ambedkar Open University (BAOU) ની સ્થાપના 13 April 1994 ના રોજ ગુજરાત રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલા 1994 ના અધિનિયમ નંંબર 14 દ્વારા કરવામાં આવી હતી અને 27 July 1994 ના રોજ ગુજરાતના રાજ્યપાલ દ્વારા તેને સંમતિ આપવામાં આવી હતી. BAOU માં 80 થી વધારે શિક્ષણ પ્રોગ્રામ ચાલુ છે અને 8,00,000 થી પણ વધુ વિદ્યાર્થીઓની નોધણી થઈ ચુકેલ છે. BAOU નું મુખ્ય મથક અમદાવાદ ખાતે આવેલુ છે. BAOU ના ગુજરાતમા 7 રિઝનલ સેંટર છે અને 270 થી વધુ સ્ટડી સેંટર છે કે જ્યા હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને આ યુનિવર્સીટી કોઈપણ જાતિ, વર્ગ, સમ્પ્રદાય, ધર્મ અથવા લિંગને ધ્યાનમા લીધા વીના એડમીશન આપે છે અને શિક્ષણ પણ આપે છે.
BAOU ના ઉદ્દેશ્યો
- સારી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને સૌથી સારૂ શિક્ષણ આપવુ
- કોઈપણ જાતિ, વર્ગ, ધર્મ, સંપ્રદાય અથવા લીંગને ધ્યાનમા લીધા વિના દરેક વિદ્યાર્થીઓને સરખુ શિક્ષણ આપવુ
- કોઈપણ એવો વિદ્યાર્થી કે જે ઘરે બેસીને અથવા નોકરી કરતા કરતા તૈયારી કરતો હોય અને એને વધારે શિક્ષણ મેળવવું હોય તો મળી શકે.
Dr. Babasaheb Ambedkar Open University માંં કેટલા પ્રકારના કોર્સ ચાલે છે.
BAOU માં ઘણા પ્રકારના કોર્સ ચાલે છે જેનુ લીસ્ટ નીચે મુજબ છે.
(1) સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો
- બેચલર ઓફ આર્ટસ (B.A) (ગુજરાતી, હિંદી, સંસ્કૃત, અંગ્રેજી, ઈતિહાસ, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, જાહેર વહીવટ, સમાજશાસ્ત્ર)
- બેચલર ઓફ સોશિયલ વર્ક (BSW)
- બેચલર ઓફ કોમર્સ (B.Com)
- બેચલર ઓફ સાયન્સ-ઈન્ફોર્મેશન ટેકનોલોજી (BSc IT)
- માસ્ટર ઓફ આર્ટસ (M.A) (અંગ્રેજી, ગુજરાતી, હિંદી, સમાજશાસ્ત્ર)
- માસ્ટર ઓફ કોમર્સ (M Com)
- જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (MA(JMC))
- માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA)
- માસ્ટર ઓફ સાયન્સ-ઈન્ફોર્મેશન ટેકનોલોજી (MSc IT)
- માસ્ટર ઓફ સાયન્સ – સાયબર સિક્યોરિટી (MSc CS)
- માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન (MCA)
(3) ડિપ્લોમા અભ્યાસક્રમો
- ડિપ્લોમા ઈન ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ (DFM)
- ડિપ્લોમા ઈન એડવાન્સ કોસ્ટ એકાઉન્ટિંગ (DACA)
- ડિપ્લોમા ઈન એડવાન્સ એકાઉન્ટિંગ (DAA)
- ડિપ્લોમા ઈન ઈન્શ્યોરન્સ (DIN)
- ડિપ્લોમા ઈન ઓપરેશન રિસર્ચ (DOR)
- ડિપ્લોમા ઈન મધર & ચાઈલ્ડ હેલ્થ & ફેમિલી વેલફેર (DMCH)
- ડિપ્લોમા ઈન વિલેજ હેલ્થ વર્કર (DVHW)
- ડિપ્લોમા ઈન સંસ્કૃત લેન્ગવેજ (DSL)
- ડિપ્લોમા ઈન મલ્ટીમીડિયા એન્ડ એનિમેશન (DMA)
- ડિપ્લોમા ઈન ફેશન ડિઝાઈનિંગ (DFD)
- ડિપ્લોમા ઈન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (DJMC)
- ડિપ્લોમા ઈન સ્પોકન સંસ્કૃત (DSS)
- ડિપ્લોમા ઈન ફુડ એન્ડ ન્યુટ્રિશન (DFN)
- ડિપ્લોમા ઈન હ્યુમન રાઈટસ એન્ડ ડ્યુટીઝ (DHRD)
- ડિપ્લોમા ઈન યોગ સાયન્સ (DYS)
- ડિપ્લોમા ઈન હેલ્થ સેનીટરી ઈન્સ્પેક્ટર (DHSI)
- ડિપ્લોમા ઈન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (DBA)
- ડિપ્લોમા ઈન કમ્પ્યુટર એપ્લિકેશન (DCA)
- ડિપ્લોમા ઈન હોસ્પિટાલીટી એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટ (DHTM)
(4) સરકારી નોકરી મેળવવા માટે માન્ય કમ્પ્યુટર અભ્યાસક્રમ
- સર્ટિફિકેટ ઈન કમ્પ્યુટર કન્સેપ્ટ – બીએઓયુ (CCC-BAOU) (છ મહિનાનો કમ્પ્યુટર પ્રમાણપત્ર અભ્યાસક્રમ)
(5) સરકારી કર્મચારીઓ માટે બઢતી તથા ઉચ્ચતર પગારધોરણ માટેના સરકાર માન્ય અભ્યાસક્રમ
- CCC (વર્ગ-૩ કર્મચારીઓ માટે)
- CCC+ (વર્ગ-૧ અને વર્ગ-૨ કર્મચારીઓ માટે)
નોધ : આ સિવાયના બીજા પણ વિવિધ પ્રકારના સર્ટિફિકેટ અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ ઉપલબ્ધ છે. જેના માટે તમારા નજીકના સેન્ટરનો સંમ્પર્ક કરવો. જેની લિંક નીચે આપેલ છે.
BAOU ની ઓનલાઈન શિક્ષણ સેવાઓ :
- માસ્ટર ઓફ આર્ટસ – અંગ્રેજી (M.A)
- માસ્ટર ઓફ આર્ટસ – સમાજશાસ્ત્ર (M.A)
- માસ્ટર ઓફ આર્ટસ – ગુજરાતી (M.A)
- બેચલર ઓફ આર્ટસ (B.A)
- જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન MA(JMC)
- બેચલર ઓફ કોમર્સ (B Com)
BAOU ની અન્ય સેવાઓ
- શહીદ વીરવધૂ તથા તેમના સંતાનો માતે વિનામુલ્યે શિક્ષણ
- દિવ્યાંગ (સુલભ શિક્ષણ વ્યવસ્થા)
- જેલના કેદીઓ માટે વિનામૂલ્યે શિક્ષણ
- અન્ય યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ માટે ક્રેડિટ ટ્રાન્સફર દ્વારા SY/TY-UG/PG માં પ્રવેશની સુવિધા.
તમારે આ બધા કોર્સમાંથી કોઈપણ કોર્સમાં એડમિશન માટેનુ ફોર્મ અમારી પાસે ભરાવવુ હોય તો : અહિયા ક્લિક કરો
BAOU માં એડમિશન માટેની સુચનાઓ
- જે પણ વિદ્યાર્થીઓને નવુ એડમિશન લેવાનું હોય એમને સૌપ્રથમ પીન જનરેટ કરવાનો રહેશે. જેની ફી કોર્સ પ્રમાણે અલગ અલગ રહેશે.
- પીન જનરેટ કર્યા બાદ જે પણ કોર્ષમાં એડમિશન લેવાનું હોય એના માટે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે.
- ફોર્મમાં નામ ધોરણ ૧૦ કે ૧૨ ની માર્કશીટ પ્રમાણે લખવાનું રહેશે.
- તમે જે સેન્ટર પસંદ કરશો તે સેન્ટરમાં નિયત સંખ્યા ન થાય તો તમને તેની નજીકનું અન્ય સેન્ટર રીપોર્ટીગ સેન્ટર તરીકે ફાળવવામાં આવશે. સ્વાધ્યાય કાર્ય, પુસ્તકો તથા અન્ય કામગીરી માટે તમારે રીપોર્ટીગ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે.
BAOU માં એડમિશન લેવા માટેની મહત્વની લીંક
- એડમિશન લેવા માટે : અહિયા ક્લિક કરો
- સ્ટડી સેન્ટરનું લીસ્ટ જાણવા માટે : અહિયા ક્લિક કરો
- fomofill દ્વારા ફોર્મ ભરાવવા માટે : અહિયા ક્લિક કરો
- અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે : અહિયા ક્લિક કરો
Thank You :
તમે અમારી આ BAOU Admission January 2024 ની પોસ્ટ વાંંચી અને અમને વિશ્વાસ છે કે તમને બધી જ માહિતી યોગ્ય રીતે મળી હશે. તો તમારો કિમતી સમય આપવા બદલ અને અમારી fomofill.com ની પોસ્ટ વાચવા બદલા આપનો ખુબ ખુબ આભાર. @fomofill
અમારી આ પોસ્ટ પણ જરૂરથી જોઈ શકો છો.
ગુજરાત સરકાર દ્વારા 4304 ક્લાર્કની ભરતી : અહિયાં ક્લિક કરો
સરકારી પરીક્ષાની તૈયારી કરવા માટે : અહિયા ક્લિક કરો
ધોરણ ૧૦ પાસ ઉપર સેન્ટ્રલ બેંકમાં ભરતી : અહિયા ક્લિક કરો