FoMo Fill

વાંચેલું 100% કેવી રીતે યાદ રાખવું? | How to remember 100% of what you read? । Powerful tips for reading 

fomofill

નાનાથી લઈને બધા જ વિદ્યાર્થીઓનો એક સૌથી મોટો પ્રોબ્લેમ એટલે કે એ વાંચે તો ઘણુ બધુ છે પરંતુ યાદ રહેતુ નથી અને જો થોડુંઘણુ યાદ પણ રહી જાય તો પણ થોડા જ સમયમાં એ ભુલી પણ જવાય છે તો ખરેખર આનું કોઈ સોલ્યુશન ખરુ અને છે તો પછી છે શું?

Powerful tips for Reading

નમસ્કાર મિત્રો આપ સૌનુ fomofill માં હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આ પોસ્ટમાં સમજીસુ કે વાંચેલુ યાદ કેવી રીતે રાખવુ અને એ પણ સાયન્ટીફીક રીતે તો પોસ્ટને અંત સુધી જરૂરથી વાંચજો. તમે સ્કુલમાં અભ્યાસ કરતા હોય, કોલેજમાં હોવ અથવા કોઈપણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય એ બધા જ માટે આ ટેકનીક ખુબ જ ઉપયોગી રહેશે અને જો તમે આમાં જણાવ્યા અનુસાર બધુ જ ફોલો કરશો તો તમને બહુ જ સારૂ રીઝલ્ટ જરૂરથી મળશે.

Tips for Reading

શું તમને વાંચેલુ યાદ નથી રહેતુ? શું પરીક્ષામાં પેપર લખતી વખતે તમને વાંચેલુ યાદ નથી આવતુ? શું તમારી મહેનત અનુસાર માર્ક્સ નથી આવતા? આ બધા સવાલોનો જવાબ એક જ છે

Dr. Ebbinghaus જે વિશ્વવિખ્યાત જર્મન ફિસિઓલોજિસ્ટ હતા, તેમની એક રીસર્ચમાં તારણ બહાર આવ્યુ કે કોઈપણ વાંચેલી માહિતી એક કલાકમાં જ બધા 50% ભુલી જતા હોય છે પરંતુ આપડે જે પણ વાંચ્યુ હોય એનો એક ભાગ આપણા મગજમાં સ્ટોર થયેલ હોય છે જેથી આપણને ભ્રમ હોય છે કે આપણને બધુ જ યાદ છે પરતું આપડે ખરેખર તો એક કલાકમા જ 50% ભુલી ગયા હોઈએ છીએ. પરંતુ સંપુર્ણ માહિતી યાદ રાખવી હોય તો Dr. Ebbinghaus ના રીસર્ચમાં જણાવ્યા અનુસાર એમનું કહેવુ છે કે તમે જે પણ વાંચ્યુ હોય એનું જલદીથી રિવિઝન કરો અને વારંવાર રિવિઝન કરો.

હાલમાં ચાલતી ભરતીઓ :

1.  SBI બેંકમાં ગ્રેડ્યુએશન કરેલા ઉમેદવારો માટે કાયમી ભરતી । પગાર Rs.41,960 થી શરુ । વધુ માહિતી માટે અહિયા ક્લિક કરો 

2. SSC દ્વારા Delhi Police Constable ની પોસ્ટ માટે ભરતી । પગાર Rs.21,700 થી શરુ । વધુ માહિતી માટે અહિયા ક્લિક કરો 

4 Best Advise from Dr. Ebbinghaus

તો ખરેખર Dr. Ebbinghaus ના જણાવ્યા અનુસાર રિવિઝન કરવુ કેવી રીતે?

તો Dr. Ebbinghaus વાંચી લીધા બાદ ક્યારે રિવિઝન કરવુ અને કેટલી વાર કરવુ એના વિશે પણ જણાવે છે.

  • સૌપ્રથમ વાંચી લીધા બાદ તરત જ રિવિઝન કરવુ
  • એક દિવસ પછી રિવિઝન કરવુ
  • એક અઠવાડિયા પછી રિવિઝન કરવુ
  • એક મહિના પછી રિવિઝન કરવુ
આમ ચાર વખત રિવિઝન કરવાથી Dr. Ebbinghaus ના જણાવ્યા અનુસાર તમને 100% વાંચેલુ યાદ રહી જાય છે. Dr. Ebbinghaus ના કહ્યા અનુસાર કોઈપણ માહિતીની યાદ રાખવી હોય તો ઓછામાં ઓછુ ચાર વખત રિવિઝન કરવુ જોઈએ. જેટલું વધુ રિવિઝન કરશો એટલી જ માહિતી વધુ યાદ રહેશે.
તો આ ટ્રિક એક વાર ટ્રાય જરૂરથી કરી જોજો અને આ પોસ્ટને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી જરુરથી શેયર કરજો.

Thank You…

તમે અમારી આ પોસ્ટ વાંચી અને અમને વિશ્વાસ છે કે તમને Powerful tips for reading વિશેની સંપુર્ણ માહિતી આમાં મળી ગઈ હશે જેથી તમે પણ આનો ઉપયોગ કરીને તમારા જીવનમાં પ્રગતિ કરી શકો છો. તો તમારો કિમતી સમય fomofill.com ને આપવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર અને આ પોસ્ટને ગુજરાતનાં તમામ વિદ્યાર્થીઓ સુધી જરુરથી શેર કરજો. @fomofill
error: Content is protected !!